Site icon hindtv.in

લિંબાયતમાંથી 11 જુગારીઓ ઝડપાયા

લિંબાયતમાંથી 11 જુગારીઓ ઝડપાયા
Spread the love

લિંબાયતમાંથી 11 જુગારીઓ ઝડપાયા
જુગારધામ પર પોલીસે તવાઈ બોલાવી
અડધા લાખથી વધુની મત્તા જપ્ત

સુરતની લિંબાયત પોલીસે જુગાર રમતા 11 જુગારીઓને ઝડપી પાડી તેઓ પાસેથી અડધા લાખથી વધુની મત્તા કબ્જે કરી હતી.

સુરતમાં દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ સામે પોલીસે લાલ આંખ કરી છે ત્યારે સુરતની લિંબાયત પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે સર્વેલન્સ સ્ટાફને મળેલી બાતમીના આધારે લિંબાયત સુપર સિનેમા સામે સાંઈનગર સોસાયટીના ધાબા પરથી જુગાર રમતા જુગારીઓ સંતોષ બિસોઈ, ગૌતમ બહેરા, વિજય શાહુ, ચિત્રસેન બહેરા, પ્રકાશ મંડલ, કિશોર ચૌધરી, ચંદન સાવ, રમેશ પાસવાન, મન્ટુકુમાર મંડલ, વિજય યાદવ અને સંજય વર્માને ઝડપી પાડી તેઓ પાસેથી રોકડા રૂપિયા સહિત 51 હજારની મત્તા કબ્જે કરી તમામ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

Exit mobile version