અમરેલી: ખેતરમાં જ 108 ટીમે કરાવી હાઈ રિસ્ક પ્રસૂતિ
108ની ત્વરિત કામગીરીથી માતા અને નવજાત બાળક
અમરેલીમાં ખેતર માંજ 108 ટીમે કરાવી હાઈ રિસ્ક બનેલ ડિલિવરીને નોર્મલ ડિલિવરી..108 ની ત્વરિત કામગીરીથી માતા અને નવજાત બાળકનો બચ્યો જીવ…
ઇમરજન્સી કોલ મળતા જ બાલભવન 108 bની ટીમ મિનિટોમાં ઘટના સ્થળે પહોંચી… હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ મહિલાને પ્રસૂતિની પીડા ઉપડી… બાળકનું માથું બહાર આવી જતા સ્થિતિ હાઈ રિસ્ક બની… EMT વિશાલ પડસાલા અને પાયલોટ દિનેશભાઈ ચૌહાણે સમય સૂચકતા દાખવી ખેતરમાં જ ડિલિવરી કરાવી… 108 હેડ ઓફિસના ડોક્ટરની ઓનલાઈન સલાહ અને માર્ગદર્શન હેઠળ સારવાર અપાઈ… પ્રાથમિક સારવાર બાદ માતા અને બાળકને અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડાયા… હાલ માતા અને નવજાત બાળક બંને સ્વસ્થ હોવાની માહિતી… 108ની ટીમની સમયસૂચકતા અને સેવાભાવી કામગીરીનો પરિવારજનોએ આભાર માન્યો …

