Site icon hindtv.in

સુરત પાલિકાનું 10,593 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ

સુરત પાલિકાનું 10,593 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ
Spread the love

સુરત પાલિકાનું 10,593 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ
વિકાસકામો માટે 5,073 કરોડના કેપિટલ બજેટની ફાળવણી
મનપાના ઇતિહાસમાં આ સૌથી મોટા કદનું બજેટ

સુરત મહાનગરપાલિકાના કમિશનર દ્વારા વર્ષ 2026 – 27 નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. મનપાના ઇતિહાસમાં આ સૌથી મોટા કદનું બજેટ છે.

સુરત શહેરના વિકાસ માટે મહાનગરપાલિકાના કમિશનર દ્વારા વર્ષ 2026 – 27 નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. સુરત મનપાના ઇતિહાસમાં આ સૌથી મોટા કદનું બજેટ છે. કુલ 10,593 કરોડના આ બજેટમાં શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આરોગ્ય અને શિક્ષણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. ગત વર્ષના 10,004 કરોડના બજેટની સરખામણીએ આ વર્ષે 589 કરોડનો વધારો કરવામાં આવ્યો છે. સુરતવાસીઓ માટે સૌથી સારા સમાચાર એ છે કે બજેટમાં કોઈપણ પ્રકારના નવા કરવેરા કે કર દરમાં વધારો સૂચવવામાં આવ્યો નથી.સુરત મનપાએ આર્થિક શિસ્ત જાળવી રાખીને અંદાજિત 257 કરોડનું રેવન્યુ સરપ્લસ ધરાવતું બજેટ રજૂ કર્યું છે.

આ બજેટમાં સુરતના આધુનિકીકરણ અને નાગરિક સુવિધાઓ વધારવા માટે વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. સુરતની ઝડપથી વધતી જતી વસ્તીને ધ્યાનમાં રાખીને પરિવહન, પાણી પુરવઠો અને સ્વચ્છતાના પ્રોજેક્ટ્સને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. 10 હજાર કરોડના આંકને પાર કરી ગયેલું આ બજેટ સુરતની વૈશ્વિક પ્રગતિનું પ્રતીક બની રહ્યું છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version