જમ્મુ એન્ડ કાશ્મીરના અપહરણ ગુનાનો આરોપી પકડાયો
આંબાના આરોપી રંજન કુમાર યોગેન્દ્રને માંડવી પોલીસે પકડ્યો
જમ્મુ એન્ડ કાશ્મીરના અપહરણ ગુનાના આરોપીને માંડવી પોલીસે પકડ્યો, બડી બ્રાહ્મણ પોલીસ સ્ટેશન જિલ્લા આંબાના આરોપી રંજન કુમાર યોગેન્દ્રને પકડી પાડી જમ્મુ કાશ્મીર પોલીસના હવાલે કર્યો.
સુરતના મહા નિરીક્ષક પ્રેમવીર સિંહની રાહબારી હેઠળ સુરત પોલીસ ગ્રામ્ય દ્વારા જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા ડ્રાઈવ રાખેલ હોય, જેના અનુસંધાને મદદનિશ પોલીસ અધિક્ષક અક્ષેશ એન્જિનિયર ના માર્ગદર્શન હેઠળ માંડવીના પી.આઈ દ્વારા આરોપીઓને પકડી પાડવા જરૂરી સુચના અને માર્ગદર્શન હેઠળ ટીમ બનાવી હ્યુમન શોસિંગ દ્વારા બાતમી દારોનો સંપર્ક કરી સઘન તપાસ હાથ ધરી તે દરમિયાન બડી બ્રાહ્મણ પોલીસ સ્ટેશન જિલ્લા સાંબા જમ્મુ એન્ડ કાશ્મીર ખાતે નોંધાયેલ બ્રાહ્મણ પોલીસ સ્ટેશનના ગુના રજી. નંબર 0061/2026 ગુનાનો આરોપી રંજન કુમાર યોગેન્દ્ર ઉંમર વર્ષ 28 જે કરંજ ગામે રહેતો હોવાની હકીકતના આધારે બડી બ્રાહ્મણ પોલીસ સ્ટેશન વિસ્તારના પોલીસ તંત્રના માણસો અત્રેના પોલીસ સ્ટેશનમાં આવતા સ્થાનિક પોલીસની મદદ મેળવી આરોપીની તપાસ કરતા હકીકત અને વિગત વર્ણન બાબતે આરોપી તથા ભોગ બનનાર મળી આવતા આરોપીને પોલીસ સ્ટેશનમાં લાવી કાયદેસરની કાર્યવાહી કરી જમ્મુ એન્ડ કાશ્મીર પોલીસ સ્ટેશનના હવાલે કરી નાસ્તા-પરતા આરોપીને પકડી પાડી માંડવી પોલીસ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે..
