સુરતમાં યશવી ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા 101 સમુહલગ્ન
ત્રીજા વર્ષે પિતા વિહોણી અને જરૂરિયાતમંદ દીકરીઓના સમુહ લગ્ન
તૃતીય સમૂહ લગ્ન 14 માર્ચ, 2026 ના રોજ યોજાશે.
સમાજમાં સકારાત્મકતાનુ વાતાવરણ ઉભુ કરવા માટે યશવી ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ કાર્યરત હોય તેમ સતત ત્રીજા વર્ષે પિતા વિહોણી અને જરૂરિયાતમંદ દીકરીઓના સમુહ લગ્નનુ આયોજન કરાયુ છે.
સમાજમાં સકારાત્મકતાનું વાતાવરણ ઉભું કરવા વિવિધ સેવાયજ્ઞો થકી યશવી ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ કાર્યરત છે. જેના ભાગરૂપે સતત બે વર્ષથી યશવી ફાઉન્ડેશન પિતાવિહોણી અને જરૂરિયાતમંદ દીકરીઓના સમૂહલગ્નનું આયોજન કરતું આવ્યું છે. અને આ વર્ષે પણ આ જ સત્કાર્યને આગળ ધપાવતા આગામી 14 માર્ચ, 2026 ના રોજ તૃતીય સર્વજ્ઞાતિ સમૂહલગ્ન નુ આયોજન કરાયુ છે. સેવાના આ યજ્ઞની શરૂઆત 2024 થી થઈ હતી જ્યાં પ્રથમ વર્ષે 21 અને 2025માં બીજા વર્ષે 51 દીકરીઓના લગ્ન કરાવ્યા બાદ આ વર્ષે 2026 માં ત્રીજા વર્ષે 101 દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડશે. જ્યારે ઘરની દીકરી ઉંબરો ઓળંગીને નવા જીવનની શરૂઆત કરવા જતી હોય, ત્યારે પરિવારમાં જે ઉમંગ અને લાગણી હોય છે, તેવી જ લાગણી યશવી પરિવારને આ દીકરીઓ માટે છે.
દીકરીઓના પાનેતર અને મહેંદી પ્રસંગથી માંડીને કરિયાવર સહિતની લગ્ન પ્રસંગની તમામ વિધિઓ સંપૂર્ણ જવાબદારી સાથે સંપન્ન કરાઈ છે. તો આ વર્ષે સમૂહ લગ્નના વિવિધ પ્રસંગોમાં પાનેતર વિધિ 25 ફેબ્રુઆરીએ, મહેંદી પ્રસંગ 26 ફેબ્રુઆરીએ યોજાશે. જ્યારે તૃતીય સમૂહ લગ્નની 14 માર્ચ, 2026 ના રોજ યોજાશે.
