સુરતમાં 10 હજારના ઈનામી આરોપી ઝડપાયો
સુરત પીસીબીની ટીમે આરોપીને ઝડપી પાડ્યો
આરોપી સીમાડા નહેર સેતુબંધ એપાર્ટમેન્ટ પાસેથી ઝડપાયો
અમરેલી જિલ્લાના બાબરા પોલીસ મથકના 10 હજારના ઈનામી આરોપીને સુરત પીસીબીની ટીમે ઝડપી પાડ્યો હતો.
વીઓ: તહેવારો સમયે નાસતા ફરતા આરોપીઓ સાથે અન્ય શહેર જિલ્લામાંથી ગુનો કરી સુરત ભાગી આવેલા આરોપીઓને શોધી કાઢવા પીસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે પીસીબીની ટીમે અમરેલી જિલ્લાના બાબરા પોલીસ મથકના ઠગાઈના ગુનામાં સાત વર્ષથી વોન્ટેડ અને 10 હજારના ઈનામી આરોપી એવા અમીત ઉર્ફે ધવલ ઉર્ફે કિર્તી મનજી પટેલને સરથાણા સીમાડા નહેર પાસે આવેલ સેતુબંધ એપાર્ટમેન્ટ પાસેથી ઝડપી પાડી તેનો કબ્જ બાબરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.
