Site icon hindtv.in

ચીનમાં રફ ડાયમંડના ભાવમાં 10ટકાનો વધારો

ચીનમાં રફ ડાયમંડના ભાવમાં 10ટકાનો વધારો
Spread the love

ચીનમાં રફ ડાયમંડના ભાવમાં 10ટકાનો વધારો
સુરતના લેબગ્રોન હીરા ઉદ્યોગના વેપારીઓનું આર્થિક ગણિત ખોરવાયું

સુરતના લેબગ્રોન હીરા ઉદ્યોગને ચીનનો મોટો ઝટકો લાગ્યો હોય તેમ ચીનમાં રફ ડાયમંડના ભાવમાં સીધો 10 ટકાનો વધારો ઝીંકાતા સુરતના હીરા વેપારીઓ અને ઉદ્યોગકારોનું આર્થિક ગણિત ખોરવાયું છે.

સુરતના લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગ પર ચીનના ભાવવધારાની અસર જોવા મળી રહી છે. ચીનમાં ઉત્પાદન ખર્ચ વધવા અને ચલણ મજબૂત થવાના કારણે નવેમ્બર મહિનાથી રફ ડાયમંડના ભાવમાં 10 ટકાનો વધારો લાગુ કરવામાં આવ્યો છે. રફ ડાયમંડ મોંઘા થતાં હવે લેબગ્રોન હીરાના ઉત્પાદન ખર્ચમાં વધારો થશે. દિવાળી વેકેશન ટૂંકાવીને કામ શરૂ કરનારા સુરતના હીરા વેપારીઓનું ગણિત ખોરવાયું છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં ચાલતા નાના યુનિટોના નફા પર સીધી અસર થવાની શક્યતા છે.

Exit mobile version