સુરત શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ પટેલના જન્મદિનની ઉજવણી
મેડિકલ કોલેજ ખાતે કેચ ધ રેનના લોગો સાથેની છત્રીની વિતરણ કરાયુ
છત્રી બાળકો, સફાઈ કામદાર, નર્સ અને વિદ્યાર્થીઓને અર્પણ કરાઇ
સુરત શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ પટેલના જન્મદિનને લઈ સુરત મેડિકલ કોલેજમાં નવી બંધાતી બિલ્ડીંગ ખાતે કેચ ધ રેનના લોગો સાથેની છત્રીની વિતરણ કરાયુ હતું.
સુરતની મેડિકલ કોલેજ ખાતે નવી બિલ્ડિંગમાં સુરત શહેરના ભાજપ પ્રમુખ અને નગરસેવક પરેશભાઈ પટેલ ના જન્મ દિવસ 15 જુલાઈ અંતર્ગત આજ રોજ 14 જુલાઈ ના બપોરના સમયે કેચ ધ રેન ના લોગો સાથે ની છત્રી વિતરણ કરાયુ હતું. આ છત્રી બાળકો, સફાઈ કામદાર, નર્સ અને વિદ્યાર્થીઓને અર્પણ કરવામાં આવી હતી. આ અનોખો કાર્યક્રમ મોટી સંખ્યામાં છત્રી વિતરણ પ્રથમ વાર કરવામાં આવી હતી. ઉપરાંત દિવ્યાંગ વ્યક્તિઓને ઈ વ્હીલચેર પણ અર્પણ કરવામાં આવી હતી.

