Site icon hindtv.in

સુરતની લિંબાયત પોલીસે નાસતા ફરતા હત્યારાને ઝડપ્યો

સુરતની લિંબાયત પોલીસે નાસતા ફરતા હત્યારાને ઝડપ્યો
Spread the love

સુરતની લિંબાયત પોલીસે નાસતા ફરતા હત્યારાને ઝડપ્યો
આરોપી અશ્વીનસિંહ ઉર્ફે શની લંગડો તર્કેશ્વરસિંઘને ઝડપ્યો

સુરતની લિંબાયત પોલીસે હત્યાના ગુનામાં છેલ્લા છ વર્ષથી નાસતા ફરતા હત્યારાને નવી મુંબઈથી ઝડપી પાડી સુરત લાવી તેની ધરપકડ કરી હતી.

સુરતમાં ગુનાઓ આચરી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા સ્પેશ્યલ ડ્રાઈવ શરૂ કરાય હોય તેમ સુરતની લિંબાયત પોલીસે છ વર્ષથી હત્યાના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે. લિંબાયત પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે સર્વેલન્સ સ્ટાફની ટીમને મળેલી બાતમીના આધારે છ વર્ષથી હત્યાના ગુનામાં નાસતા ફરતા હત્યારા આરોપી અશ્વીનસિંહ ઉર્ફે શની લંગડો તર્કેશ્વરસિંઘને નવી મુંબઈ ખાતેથી ઝડપી પાડી સુરત લાવી તેની ધરપકડ કરી હતી.

Exit mobile version