Site icon hindtv.in

માંડવીના ગોદાવાડી ગામે 25 વર્ષીય યુવતીની હત્યા અને લૂંટ

માંડવીના ગોદાવાડી ગામે 25 વર્ષીય યુવતીની હત્યા અને લૂંટ
Spread the love

માંડવીના ગોદાવાડી ગામે 25 વર્ષીય યુવતીની હત્યા અને લૂંટ
અજાણ્યા શખ્સોએ ઘરમાં ઘૂસી યુવતીની હત્યા કરી
હત્યા બાદ મૃતદેહ ધાબા પર સંતાડ્યો.

માંડવી તાલુકાના ગોદાવાદી ગામના ટેકરી ફળિયામાં 25 વર્ષીય યુવતી નિધિ પટેલની હત્યા કરવામાં આવી છે. પ્રાથમિક માહિતી મુજબ, લૂંટના ઇરાદે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોવાની આશંકા છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી અનુસાર, વાશુંદેવભાઈ ઉર્ફે નટુભાઈ રણછોડભાઈ પટેલનો પરિવાર ધાર્મિક સ્થળે ગયા હતા. તે દરમિયાન તેમની પુત્રી નિધિ પટેલ રાત્રિના સમયે ઘરે એકલી હતી. અજાણ્યા શખ્સે ઘરમાં પ્રવેશ કરી આ ઘટનાને અંજામ આપ્યો હોવાનું મનાય છે. પ્રાથમિક તપાસમાં ઘરનો કબાટ ખુલ્લો અને સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો. ઘરમાંથી સોનાના દાગીના અને રોકડ રકમની લૂંટ થઈ હોવાની આશંકા છે, જે બાદ યુવતીની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

ઘટનાની જાણ થતાં જ માંડવી પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસ પી.આઈ. વળવી, સુરત ગ્રામ્ય એલસીબી, ડોગ સ્કવોડ અને ફોરેન્સિક ટીમે પણ ઘટનાસ્થળે પહોંચી સઘન તપાસ હાથ ધરી છે. યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે માંડવી ખાતે ખસેડવામાં આવ્યો છે. હાલ પોલીસ દ્વારા હત્યા પાછળનું ચોક્કસ કારણ, લૂંટાયેલી રકમ અને દાગીનાની વિગતો તેમજ ઘટનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version