ઈદ-એ-મિલાદને લઈ સુરત પોલીસ એલર્ટ મોડ પર
મહિધરપુરા, લાલગેટ અને ચોકબજાર વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ
સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે પોલીસનું ફ્લેગ માર્ચ
તહેવાર દરમિયાન કાયદો-વ્યવસ્થા જાળવવા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
આગામી ઈદે મિલાદના તહેવારને લઈને સુરત પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવી રહી છે. મહિધરપુરા, લાલગેટ અને ચોકબજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.
આગામી ઈદે મિલાદના તહેવારને લઈને સુરત પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે. તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ શહેરમાં શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી રહી છે. મહિધરપુરા, લાલગેટ અને ચોકબજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. આ ફૂટ પેટ્રોલિંગમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતા અને સંવેદનશીલ વિસ્તારોમાં પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. પોલીસ દ્વારા લોકોને પણ શાંતિ અને કોમી એકતા જાળવી તહેવારની ઉજવણી કરવા અપીલ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત આગામી સમયમાં શાંતિ સમિતિની મિટિંગ પણ યોજવામાં આવશે, જેમાં આગેવાનો અને સંબંધિત લોકો સાથે ચર્ચા કરી તહેવાર દરમિયાન શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે અંગે જરૂરી સૂચનો આપવામાં આવશે.

