સુરત પાંડેસરાના 56 વર્ષીય આધેડનુ હોસ્પિટલમાં મૌત થાત આક્ષેપ

Featured Video Play Icon
Spread the love

સુરત પાંડેસરાના 56 વર્ષીય આધેડનુ હોસ્પિટલમાં મૌત થાત આક્ષેપ
61 હજારનુ બિલ ચુકવાયુ ન હોવાના કારણે મૃતદેહ આપ્યો નહિ
મૃતકના પરિવારજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

સુરત પાંડેસરાના 56 વર્ષીય આધેડનુ સારવાર દરમિયાન મોત નિપજ્યા બાદ 61 હજારનુ બિલ ચુકવાયુ ન હોવાના કરણે મૃતદેહ ન અપાતા ખટોદરા વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલ સામે ગંભીર આક્ષેપો સાથે મૃતકના પરિવારજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

સુરતના ખટોદરા વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન દર્દીના મોત બાદ વિવાદ સર્જાયો છે. પાંડેસરાના 56 વર્ષીય પ્રધાનજીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરિવારજનોના આક્ષેપ મુજબ સારવાર દરમિયાન માત્ર 24 કલાકમાં અંદાજે 45 હજાર રૂપિયાની દવાઓ આપવામાં આવી હતી. પરંતુ સારવાર બાદ પ્રધાનજીનું મોત થતાં પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. પરિવારએ આરોપ લગાવ્યો હતો કે હોસ્પિટલનું કુલ બિલ રૂપિયા 61 હજાર જેટલું થયું હતું. આ બિલની રકમ ચૂકવવામાં ન આવતા હોસ્પિટલ પ્રશાસને મૃતદેહ પરિવારને સોંપવાનો ઇનકાર કર્યો હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો હતો. મૃતદેહ પરત મેળવવા માટે પરિવારજનો અને હોસ્પિટલ પ્રશાસન વચ્ચે વિવાદ સર્જાતા મામલો વધુ ગરમાયો હતો.

પરિવારજનોએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે બિલની વસૂલાત માટે મૃતદેહ રોકી રાખવામાં આવ્યો અને હોસ્પિટલ પ્રશાસન દ્વારા માનવતા નેવે મૂકવામાં આવી છે. આ સમગ્ર ઘટનાને લઈને મૃતકના પરિવારજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. અને મૃતકના પરિવારજનોએ હોસ્પિટલની કથિત જોહુકમી અને બેદરકારી સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *