સુરત ડિંડોલી પોલીસની કાર્યવાહી

Featured Video Play Icon
Spread the love

સુરત ડિંડોલી પોલીસની કાર્યવાહી
ત્રણ ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા રીઢા ચોરો ઝડપાયા
ડિંડોલી પોલીસે આરોપીઓને ઝડપી ચોરાયેલો મુદ્દામાલ કબજે કર્યો

સુરતની ડિંડોલી પોલીસે ત્રણ ત્રણ ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા રીઢા ચોરોને ઝડપી પાડી રીઢાઓ પાસેથી ચોરાયેલ મુદ્દામાલ પણ કબ્જે કર્યો હતો.

સુરત પોલીસ કમિશનર વાબાંગ જામીર, અધિક પોલીસ કમિશનર બગડીયા, નાયબ પોલીસ કમિશનર રાજેશ પરમાર સહિતનાઓની સુચનાને લઈ પીઆઈ પીએલ વાઘેલાની ટીમ પીએસઆઈ એલએચ મસાણી સાથે પેટ્રોલિંગમાં હતી ત્યારે અહેકો રજનિશકુમાર તથા અપોક મીહીરભાઈ અને નિકુલદાનને મળેલી બાતમીના આધારે ત્રણ ત્રણ ઘરફોડ ચોરીઓને અંજામ આપનાર રીઢા ચોરો એવા અભિષેક પ્રેમચંદ દુબે અને વિકાસ અશોક ઉપાધ્યાય ને ઝડપી પાડી પોલીસે રીઢાઓ પાસેથી ચોરાયેલ લેપટોપ, રોકડા રૂપિયા, સોનાનુ લોકેટ અને કાનની બુટ્ટી મળી 1.22 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી તેઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *