સુરત ક્રાઈમ બ્રાન્ચ અને જિલ્લા SOGની કાર્યવાહી

Featured Video Play Icon
Spread the love

સુરત ક્રાઈમ બ્રાન્ચ અને જિલ્લા SOGની કાર્યવાહી
પલસાણા એના ગામ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પરથી બે ઝડપાયા
મહિલા સહિત 2 આરોપીઓની ધરપકડ
આરોપીઓ પાસેથી લાખોની કિંમતનો એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો

સુરત ક્રાઈમ બ્રાન્ચ અને સુરત જિલ્લા એસઓજીની ટીમે પલસાણા તાલુકાના એના ગામ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પરથી મહિલા સહિત બેને ઝડપી પાડી તેઓ પાસેથી લાખોનો એમડી ડ્રગ્સનો જથ્થો કબ્જે કર્યો હતો.

નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન અંતર્ગત ગેરકાયદેસર માદક પદાર્થની હેરાફેરી કરતા ડ્રગ્સ માફીયાઓ અને તેમની સીન્ડીકેટને પકડી પાડવા સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ મેદાને હતી ત્યારે ક્રાઈમ બ્રાન્ચના ડીસીપીને મળેલી બાતમીના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે સુરત જીલ્લાની એસઓજીની ટીમ સાથે મળી પલસાણા તાલુકાના એના ગામ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પરથી મહિલા માનસી અબ્દુલ સૈયદ અને તેની સાથે સોહેલ સુલેમાન શેખને ઝડપી પાડ્યા હતાં. પોલીસે તેઓની ઝડતી લેતા તેઓ પાસેથી 30 લાખની કિંમતનો એમડી ડ્રગ્સ મળી આવ્યો હતો જેથી તેઓ વિરૂદ્ધ પલસાણા પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *