સુરતમાં પ્રતિબંધ હોવા છતા ખુલ્લેઆમ જુગારધામ
આશીર્વાદ બંગલોઝ વિભાગ-4માં પોલીસના દરોડા
જુગાર રમતા 8 જુગારીઓને ઝડપી પાડ્યા
સુરતમાં પ્રતિબંધ હોવા છતા ખુલ્લેઆમ જુગારધામ ચાલતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે ત્યારે લસકાણા વિસ્તારમાં આશીર્વાદ બંગલોઝ વિભાગ-04માં લસકાણા પોલીસે બાતમીના આધારે દરોડા પાડી જુગાર રમતા 8 જુગારીઓને ઝડપી પાડ્યા હતાં.
સુરત પોલીસ હાલ દારૂ અને જુગારની પ્રવૃત્તિઓને નેસ્ત નાબુદ કરવા મેદાને છે ત્યારે લસકાણા પોલીસને બાતમી મળી હતી કે આશીર્વાદ બંગલોઝ વિભાગ-04 માં કેટલાક ઈસમો જુગાર રમી રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસે દરોડા પાડતા સ્થળ પરથી 8 જુગારીઓ ઝડપાયા હતા. પોલીસે રોકડા રૂપિયા 1 લાખ 16 હજાર સહિત કુલ રૂપિયા 2 લાખ 64 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. સાથે જ 8 મોબાઈલ ફોન અને જુગાર રમવાના સાધનો પણ જપ્ત કરવામાં આવ્યા હતાં.

