Site icon hindtv.in

સુરતની પાલ પોલીસે દેહવેપાર ઝડપ્યો

સુરતની પાલ પોલીસે દેહવેપાર ઝડપ્યો
Spread the love

સુરતની પાલ પોલીસે દેહવેપાર ઝડપ્યો
રાજ વર્લ્ડ કોર્નરના ત્રીજા માળે ડિવાઇન વેલનેશ થેરાપી સેન્ટર
મહિલા સ્પાના સંચાલક દીપલ યાદવની ધરપકડ કરી

સુરતની પાલ પોલીસે પાલ વિસ્તારમાં આવેલ રાજ વર્લ્ડ કોર્નરના ત્રીજા માળે આવેલા ડિવાઇન વેલનેશ થેરાપી સેન્ટર પર દરોડા પાડી દેહવેપાર ઝડપી પાડી સ્થળ પરથી બે મહિલાઓનું રેસ્ક્યુ કર્યું કરી મહિલા સ્પાના સંચાલકની ધરપકડ કરી હતી.

સુરતમાં સ્પાની આડમાં દેહવેપાર ધમધમી રહ્યા હોવાના અનેક કિસ્સાઓ સામે આવી ચુક્યા છે ત્યારે સુરતના પાલ વિસ્તારમાં સ્પાની આડમાં ચાલતા કથિત દેહવ્યાપાર પર પાલ પોલીસે દરોડા પાડ્યા હતાં. પાલના રાજ વર્લ્ડ કોર્નરના ત્રીજા માળે આવેલા ડિવાઇન વેલનેશ થેરાપી સેન્ટરમાં પોલીસે દરોડા પાડ્યા હતા તે દરમિયાન સ્પામાં બહારથી ગ્રાહકોને બોલાવી સ્પાની આડમાં ચાલતા દેહવેપારની પ્રવૃત્તિઓ ઝડપી પાડી પોલીસે સ્થળ પરથી બે મહિલાઓનું રેસ્ક્યુ કરી સ્પા સંચાલક મહિલા દીપલ યાદવની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

Exit mobile version