Site icon hindtv.in

સગીરા પર દુષ્કર્મના 8 વર્ષ જૂના કેસમાં આરોપીને 10 વર્ષની સખ્ત કેદ

સગીરા પર દુષ્કર્મના 8 વર્ષ જૂના કેસમાં આરોપીને 10 વર્ષની સખ્ત કેદ
Spread the love

સગીરા પર દુષ્કર્મના 8 વર્ષ જૂના કેસમાં આરોપીને 10 વર્ષની સખ્ત કેદ
ભાવનગરના ચોગઠ ગામે 2018માં બની હતી દુષ્કર્મની ઘટના
સગીરાનું અપહરણ કરી વારંવાર દુષ્કર્મ કર્યાનો આરોપ
જાનથી મારી નાખવાની ધમકી અને જાતીય સતામણીનો પણ આરોપ

ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ચોગઠ ગામે સગીરા પર દુષ્કર્મના 8 વર્ષ જૂના કેસમાં અદાલતે આરોપીને 10 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે. વાલીપણામાંથી સગીરાનું અપહરણ કરી ભગાડી લઈ જવા, જાનથી મારી નાખવાની ધમકી આપવા અને વારંવાર દુષ્કર્મ તથા જાતીય સતામણી કરવાના આરોપમાં કેસ નોંધાયો હતો.

ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ચોગઠ ગામે વર્ષ 2018માં સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની હતી. ફરિયાદ મુજબ આરોપીએ સગીરાનું વાલીપણામાંથી અપહરણ કરી ભગાડી લઈ જઈ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને તેની સાથે વારંવાર દુષ્કર્મ તથા જાતીય સતામણી કરી હતી. આ મામલે 28 ડિસેમ્બર, 2018ના રોજ ઉમરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. આ કેસ ભાવનગરની એડિશનલ સેશન્સ જજ તથા સ્પેશિયલ પોક્સો જજ એન.જી. દવેની કોર્ટમાં ચાલી ગયો હતો. સુનાવણી દરમિયાન સરકારી વકીલ ગીતાબા પી. જાડેજાની દલીલો, પુરાવા અને સાક્ષીઓને ધ્યાને લઈ અદાલતે આરોપી વિપુલભાઈ હિરાભાઈ ઉર્ફે કકુભાઈ મેરને કસુરવાર ઠેરવ્યો હતો.અદાલતે આરોપીને જુદી-જુદી કલમો હેઠળ 10 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે

Exit mobile version