Site icon hindtv.in

રાજકોટમાં ડ્રોન ટેકનોલોજીથી મચ્છર નિયંત્રણની શરૂઆત

રાજકોટમાં ડ્રોન ટેકનોલોજીથી મચ્છર નિયંત્રણની શરૂઆત
Spread the love

રાજકોટમાં ડ્રોન ટેકનોલોજીથી મચ્છર નિયંત્રણની શરૂઆત
આરએમસી દ્વારા મચ્છર નિયંત્રણ માટે 5 ડ્રોન આજથી કાર્યરત કરાયા
AI ટેકનોલોજીની મદદથી મચ્છરોના ઉપદ્રવના સ્થળો શોધાશે

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મેલેરિયા, ડેન્ગ્યુ અને ફાઈલેરિયા જેવા મચ્છરજન્ય રોગો સામે લડવા માટે અદ્યતન આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ આધારિત ડ્રોન ટેકનોલોજીના નવતર અભિગમનો રામનાથ પરા મંદિર ખાતેથી મેયર અને મ્યુનિસિપલ કમિશનરના હસ્તે પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.

રાજકોટ શહેરના 162 ચોરસ કિલોમીટરના વિસ્તારનું AI આધારિત પ્લેટફોર્મ પર મેપિંગ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેની અમલવારી કરવામાં આવી છે. મચ્છરોના વધતા ઉપદ્રવ અને રોગચાળાને કંટ્રોલ કરવા માટેની આ ટેકનોલોજીનો ઉપયોગ શહેરની તમામ એવી સાઇટ્સ પર કરવામાં આવશે કે ત્યાં માણસો દવા છંટકાવ માટે પહોંચી શકતા ન હોય. જોકે રામનાથપરા મંદિરના પ્રાંગણથી પ્રારંભ થયેલી નવીનતમ પહેલના કાર્યક્રમમાં મ્યુનિસિપલ કમિશનર સુમેરા મોડા પહોંચતા મેયર ડૉ. શુક્લે તેમનો રાહ જોવાને બદલે કાર્યક્રમની શરૂઆત કરી દીધી હતી. જે ઉપસ્થિત સૌ કોઈમાં ચર્ચાનો વિષય બન્યો હતો. મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, ડ્રોન મારફતે રાજકોટ રાજકોટ શહેરમાં મચ્છરોના જે ઉત્પત્તિ સ્થાનને શોધી શકાય અને ત્યાં જ ડાયરેક્ટ એક્શન કરી શકાય, તેમજ જ્યાં માણસો નથી જઈ શકતા, અમારી ટીમ માટે જવાનું પણ ડિફિકલ્ટ છે એવી જગ્યાઓ પર ડ્રોન થકી એક્શન લઈ શકાય એવો આ પ્રયોગ અમે હાલ કર્યો છે.

ડ્રોન સર્વે દ્વારા મચ્છર ઉત્પત્તિ સ્થળોની એરિયલ ફોટોગ્રાફ, લેટિટ્યુડ-લોન્જિટ્યુડ સાથેની વિગતવાર માહિતી ગૂગલ મેપ પર ઓનલાઈન ઉપલબ્ધ થશે. મેળવેલ માહિતીના આધારે ગ્રાઉન્ડ ટીમ અને ડ્રોન ટીમને સાઈટની સફાઈ, ખુલ્લા પાત્રોનો નિકાલ કે લાર્વીસાઈડના છંટકાવ માટે ઓટોમેટિક કામગીરી અસાઈન થશે.કરવામાં આવેલી કામગીરીનું ઓનલાઈન પ્લેટફોર્મ પર લાઈવ મોનિટરિંગ કરી શકાશે. આ નવતર પ્રયોગથી કેન્દ્ર સરકારના ‘મેલેરિયા નાબૂદી મિશન 2030’ સુધીમાં દેશને ‘ઝીરો વેક્ટર બોર્ન ડીસીઝ’ કેસ કરવાના પ્રયત્નોને નવી ગતિ મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભારતને ૨૦૩૦ સુધીમાં ડ્રોન હબ બનાવવાના વિઝનને પણ આમાંથી પ્રોત્સાહન મળે છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version