માંડવીના ધોબની નાકા ખાતે કાનબાઈ માતાજીની ભક્તિભાવપૂર્વક મૂર્તિ સ્થાપના
મહારાષ્ટ્રીયન સમાજે પૂજા-આરતી અને રાત્રી જાગરણ સાથે ઉજવ્યો ધાર્મિક પર્વ
ડીજે અને ઢોલ-નગારાના તાલે કાનબાઈ માતાજીની ભવ્ય શોભાયાત્રા નીકળી
માંડવી ધોબની નાકા ખાતે મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા મહારાષ્ટ્રીયન સમાજ ની શ્રદ્ધા આસ્થાના પ્રતીક કાનબાઈ માતાની મૂર્તિ સ્થાપન કરાઈ.
માંડવી નગરમાં મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા જોગણી માતા સાથે રહેતા શાંતિલાલ ભામરેના ઘરે શ્રદ્ધા આસ્થા પૂર્વક કાનબાઈ માતાની મૂર્તિનું સ્થાપન ભક્તિભાવ પૂર્વક કરવામાં આવ્યું હતું જેમાં સાંજે પૂજા આરતી કરી રાત્રી દરમિયાન આનંદ ઉલ્લાસભેર માતાજીના ગરબા ગાઈ આખી રાત જાગરણ કરવામાં આવ્યું હતું અને વહેલી સવારે કાનબાઈ માતાજીને ડીજે તથા ઢોલ નગારા ના સથવારે શોભાયાત્રા કાઢી તાપી નદીમાં નવડાવીને પરત ઘરે લાવી સ્થાપના કરાઈ હતી આ શોભા યાત્રામાં મહારાષ્ટ્રીયન સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં જોડાઈને આનંદ ઉલ્લાસ ભેર ધાર્મિક પર્વને ભક્તિભાવ પૂર્ણ રીતે ઉજવણી કરી ધન્યતા અનુભવી હતી..
