ભુંભલી નજીક કારની ટક્કરે ત્રણ યુવાનો ઇજાગ્રસ્ત
કાવડીયાત્રાની ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી કરી પરત ફરતા અકસ્માત
ફોટોગ્રાફર યુવાનો કાવડીયાત્રાની ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી કરીને પરત ભાવનગર આવી રહ્યા હતા ત્યારે અકસ્માત નડતા ભુંભલી નજીક કારની ટક્કરે ત્રણ યુવાનો ઇજાગ્રસ્ત
ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં રહેતા બે યુવાનો અને ભરતનગર વિસ્તારમાં રહેતો એક યુવાન આ ત્રણેય યુવાનો નિષ્કલંક કાવડ યાત્રાનું વિડીયો કવરેજ ફોટોગ્રાફી કરીને પરત આવી રહ્યા હતા ત્યારે ભુંભલી નજીક પાછળથી આવી રહેલ કાર એ બાઇક સવાર યુવાનોને અડફેટે લઈ ફરાર થઈ જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત ત્રણે યુવાનોને સારવાર માટે ભાવનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સમગ્ર બનાવવા અંગે જાણવા મળતી વિગતો અનુસાર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ બાનુબેનની વાડી મારે તો વિશાલ જગદીશ બેલાણી, મહેશ કાળુ બેલાણી અને જીતુ મકવાણા રહે ભરતનગર વાળા ગઈકાલે બાઈક લઈને ભાવનગર થી પ્રસ્થાન થયેલ કાવડીયાત્રામાં વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી કરવા માટે ગયા હતા. આજે સવારે આ ત્રણેય યુવાનો એક બાઈક પર પરત ભાવનગર તરફ આવી રહ્યા હતા ત્યારે પીપળીયા પુલ બુધેલ રોડ પર આવેલ ભુંભલી ગામ નજીક પાછળથી આવી રહેલ કારના ચાલકે બાઈક સવાર યુવાનોને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ત્રણેય યુવાનોને નાની મોટી ગંભીર ઇજા સાથે સારવાર અર્થે સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અકસ્માત સર્જીને ફરાર થઈ ગયેલ કારચાલક વિરુદ્ધ ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
