ભાવનગર જિલ્લા જેલમાં અનોખી રીતે રક્ષાબંધન પર્વની ઉજવણી
બ્રહ્માકુમારી ઈશ્વરીય વિદ્યાલય અને ગુજરાત સ્ટેટ નેટવર્કનો સંયુક્ત ઉપક્રમ
જિલ્લા જેલ ખાતે કેદીઓ સાથે રક્ષાબંધનની ઉજવણી
આજરોજ તા. ૨૫/૦૮/૨૦૨૬ના રોજ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિદ્યાલય સંસ્થા તથા ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પિપલ લીવીંગ વિથ HIC/AIDS સંસ્થાના સંયુક્ત ઉપક્રમે ભાવનગર જિલ્લા જેલ ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે સંસ્થાના પ્રતિનિધિ બહેનો દ્વારા ભાવનગર જિલ્લા જેલમાં રહેલ તમામ જેલબંદીવાન ભાઈઓ તથા બહેનોને રાખડી બાંધી રક્ષાબંધનની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. તેમજ જેલ અધિકારીઓ તથા કર્મચારીઓને પણ રાખડી બાંધી રક્ષાબંધન પર્વની શુભેચ્છાઓ આપવામાં આવી હતી. આ ઉપરાંત, જેલબંદીવાનોને વ્યસનથી થતા આર્થિક તથા શારીરિક નુકસાન અને તકલીફો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વ્યસનમુક્ત જીવન જીવવા માટે પ્રેરણા આપી તમામને વ્યસનમુક્તિના શપથ લેવડાવવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ ભાઈચારા, સ્નેહ, માનવતા તથા સામાજિક જાગૃતિની ભાવના સાથે આનંદમય અને શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો.
