બગદાણા નજીક કપાસના ખેતરમાં ગાંજાનું વાવેતર ઝડપાયું.
પૈસા કમાવવાની લાલચે ખેડૂતે કપાસની વચ્ચે ગાંજો ઉગાડ્યો.
161 ગાંજાના છોડ સાથે ખેડૂત ઝડપાયો, કિંમત રૂ. 50 લાખથી વધુ.
ભાવનગર જિલ્લાના મહુવા પંથકમાં નશાના કારોબાર સામે SOGએ મોટી કાર્યવાહી કરી છે… બગદાણા નજીક કળમોદર ગામે એક ખેડૂતે કપાસના ખેતરમાં ગાંજાનું વાવેતર કર્યું હોવાનો પર્દાફાશ થયો છે… પોલીસે 161 લીલા ગાંજાના છોડ ઝડપી પાડ્યા છે, જેની અંદાજિત કિંમત 50 લાખ રૂપિયાથી વધુ હોવાનું જાણવા મળ્યું છે… આ મામલે ઘોહારામ ભમ્મરની ધરપકડ કરવામાં આવી છે…
ભાવનગર જિલ્લાના મહુવા પંથકમાં ડ્રગ્સ વિરુદ્ધ ચાલી રહેલા અભિયાન અંતર્ગત SOGએ બાતમીના આધારે કળમોદર ગામે આવેલી એક વાડીમાં દરોડો પાડ્યો હતો… દરોડા દરમિયાન કપાસના પાકની વચ્ચે ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું… પોલીસે સ્થળ પરથી ગાંજાના કુલ 161 લીલા છોડ કબજે કર્યા હતા… જેનું વજન 100 કિલોથી વધુ અને અંદાજિત કિંમત 50 લાખ રૂપિયાથી વધુ હોવાનું જાણવા મળ્યું છે… આ મામલે પોલીસે ઘોહારામ ભમ્મરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે… ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયના જણાવ્યા અનુસાર, ડ્રગ્સ ફ્રી ઇન્ડિયા અને ડ્રગ્સ ફ્રી ગુજરાત અભિયાન હેઠળ આ વર્ષે અત્યાર સુધીમાં NDPSના કુલ 35 કેસ નોંધવામાં આવ્યા છે… જ્યારે છેલ્લા 24 કલાકમાં બે કેસ સામે આવ્યા છે… આગામી સમયમાં SOG, LCB, ANW અને સ્થાનિક પોલીસ દ્વારા ડ્રગ્સ વિરુદ્ધની કાર્યવાહી વધુ તેજ કરવામાં આવશે… સાથે જ ડ્રોનની મદદથી પણ ગેરકાયદે ગાંજાના વાવેતર શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે

