Site icon hindtv.in

નવસારીના વાંસદા વિધાનસભા વિસ્તારમાં મંત્રી કુંવરજી બાવળિયાનો પ્રવાસ

નવસારીના વાંસદા વિધાનસભા વિસ્તારમાં મંત્રી કુંવરજી બાવળિયાનો પ્રવાસ
Spread the love

નવસારીના વાંસદા વિધાનસભા વિસ્તારમાં મંત્રી કુંવરજી બાવળિયાનો પ્રવાસ
રાજ્ય સરકારના 72 કલાકના પ્રવાસ કાર્યક્રમ અંતર્ગત મુલાકાત
આદિવાસી વિસ્તારોમાં વિકાસકામો અને સુવિધાઓની સમીક્ષા
સરકારી યોજનાઓનો લાભ છેવાડાના ગામડાઓ સુધી પહોંચાડવાનો હેતુ
લોકોની સમસ્યાઓ અને સ્થાનિક સુવિધાઓ અંગે મંત્રી કરશે સમીક્ષા

નવસારી જિલ્લાના ૧૭૭-વાંસદા વિધાનસભા મતવિસ્તારમાં રાજ્ય સરકારના ૭૨ કલાકના પ્રવાસ કાર્યક્રમ અંતર્ગત મંત્રી કુંવરજીભાઈ બાવળિયાનો પ્રવાસ ચાલી રહ્યો છે. આ પ્રવાસ દરમિયાન આદિવાસી વિસ્તારોમાં લોકોની સુવિધાઓ, વિકાસના કામો અને સરકારી યોજનાઓનો લાભ છેવાડાના ગામડાઓ સુધી પહોંચે તે હેતુથી મંત્રીમંડળના સભ્યો દ્વારા ૭૨ કલાકનો પ્રવાસ કાર્યક્રમ હાથ ધરાયો છે.

વાંસદા વિધાનસભા મતવિસ્તારમાં મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ ગામડાઓની મુલાકાત લઈ સ્થાનિક પરિવારો, આગેવાનો અને ગ્રામજનો સાથે સંવાદ કર્યો છે. પ્રવાસ દરમિયાન પીવાના પાણી, રસ્તા, સિંચાઈ, આરોગ્ય અને શિક્ષણ જેવી પ્રાથમિક સુવિધાઓની સ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો છે.

પ્રવાસ દરમિયાન અનેક ગામડાઓ અને ફળિયાઓમાં રસ્તા અને પીવાના પાણી સહિતની સુવિધાઓ અંગે સ્થાનિક લોકો અને આગેવાનો તરફથી રજૂઆતો કરવામાં આવી હતી. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને વાંસદા પ્રાંત કચેરી ખાતે વિકાસ કામો અને સરકારી યોજનાઓની સમીક્ષા બેઠક કરવામાં આવશે. છેવાડાના લોકો સુધી રાજ્ય સરકારની યોજનાઓ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે ખાસ કરીને જે પ્રશ્નનું નિરાકરણ નથી આવ્યું મુખ્યમંત્રી સાથે બેઠક કરી પાયાની સુવિધા ઉભી કરવાના પ્રયાસો શરૂ કરવામાં આવશે. આ સાથે જ મંત્રીએ કાર્યકરના ઘરે મુલાકાત લઈ તેમના ખબર અંતર પણ પૂછ્યા હતા

Exit mobile version