જુના સિંધુનગરમાંથી જુગારધામ ઝડપાયું

Featured Video Play Icon
Spread the love

જુના સિંધુનગરમાંથી જુગારધામ ઝડપાયું
B ડિવિઝન પોલીસે શ્રાવણીયા જુગારની બાજી પર તવાઈ બોલાવી
જુગાર રમતા 6 ખેલાડીઓની ધરપકડ
પોલીસે જુગારધામ પરથી મુદ્દામાલ પણ કબજે કર્યો

ભાવનગર શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનના માણસોએ પોલીસ મથક હેઠળના વિસ્તારોમાં પેટ્રોલિંગ દરમિયાન જૂના સિંધુનગર વિસ્તારમાં એક મકાનમાં રેડ કરી જુગારધામનો પર્દાફાશ કર્યો હતો પોલીસે છ શખ્સોને જુગાર રમતા રંગેહાથ ઝડપી લઇ તમામ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.

સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર ગતરોજ ડી ડિવિઝન પોલીસ સ્ટેશનનો ડી-સ્ટાફ રાત્રી પેટ્રોલિંગમાં હોય એ દરમિયાન પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે જુના સિંધુનગર ગોપાલ પાર્ક પ્લોટ નંબર 1993/બી મારે તો પ્રકાશ કનૈયાલાલ સોમવાણી પોતાના મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર રમવા આવતા માણસોને જરૂરી સવલતો પૂરી પાડી પોતાના આર્થિક લાભ માટે નાળ ઉઘરાવી જુગારનો અડ્ડો ચલાવે છે જે માહિતી આધારે ડી સ્ટાફ એ બાતમી વાળા ઘરમાં રેડ કરતા છ શખ્સો રૂમમાં ગોળ કુંડાળું વળીને પૈસા પાના વડે teen patti નો હાર-જીતના જુગારની બાજીમાં મગ્ન મળી આવ્યા હતા જેમાં પ્રકાશ કનૈયાલાલ સોમવાણી ઉંમર વર્ષ.41, જગદીશ જમનાદાસ કાંજાણી ઉંમર વર્ષ 44, નિતેશ કિશનચંદ નોતરાણી ઉંમર વર્ષ 43, મનીષ જગદીશ કૂકડેજા ઉંમર વર્ષ 32, જીતેન્દ્ર જયપાલદાસ સાહિત્ય સિંધી ઉંમર વર્ષ 36, અને લખન ભીમનદાસ સતદેવ ઉંમર વર્ષ 34 રહે તમામ શહેરના અલગ અલગ વિસ્તારો વાળા ને સ્થળ પરથી જુગારનું સાહિત્ય તથા જુગારના પટમાં પડેલ રોકડા રૂપિયા 60,000/-, મોબાઈલ નંગ છ કિંમત રૂપિયા 85,000/-મળી કુલ રૂપિયા 4,36,500/-નો મુદ્દામાલ કબ્જે કરી તમામ વ્યક્તિઓની ધડપકડ કરી અને તેમના વિરુદ્ધ જુગાર ધારા કલમ 04,05 મુજબ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *