Site icon hindtv.in

ગૌમાતાને રાષ્ટ્રમાતાના સમર્થનમાં વાવ થરાદ જિલ્લો સંપૂર્ણ બંધ

ગૌમાતાને રાષ્ટ્રમાતાના સમર્થનમાં વાવ થરાદ જિલ્લો સંપૂર્ણ બંધ
Spread the love

ગૌમાતાને રાષ્ટ્રમાતાના સમર્થનમાં વાવ થરાદ જિલ્લો સંપૂર્ણ બંધ
ગાંધીનગર ત્રિમંદિર ખાતે ભવ્ય મહા સભાનુ આયોજન

ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’ અને ‘રાજ્યમાતા’નો દરજ્જો અપાવવા તેમજ દેશભરમાંથી ગૌહત્યા સંપૂર્ણપણે નાબૂદ કરવાના ઉદ્દેશ્ય સાથે આજે 27 નવેમ્બરના રોજ ગાંધીનગરના અડાલજ ખાતે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે

થરાદમાં વેપારીઓ સહિત વિવિધ સમાજના લોકોએ બજાર બંધ રાખીને અભિયાનને સમર્થન આપ્યું હતું. રાજ્યભરમાં ગૌભક્તો આ માંગ સાથે અભિયાન ચલાવી રહ્યા છે. વાવ-થરાદ જિલ્લામાં પણ તેને પ્રતિસાદ મળ્યો. થરાદનું સમગ્ર બજાર બંધ રહ્યું હતું. અગાઉ યોજાયેલી બેઠકમાં બજાર બંધ રાખવાનો ઠરાવ કરાયો હતો. બેઠકમાં તમામ ધર્મ, સમાજ અને વેપારીઓને સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી. શાકભાજી માર્કેટના વેપારીઓએ પણ દુકાનો બંધ રાખી હતી. સરકાર સુધી માંગ પહોંચાડવા જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાંથી ગૌભક્તો 44 એસટી બસોમાં ગાંધીનગર જવા નીકળ્યા હતા. આયોજકોએ જણાવ્યું હતું કે ગૌમાતા પ્રત્યે દરેક ધર્મ અને સમાજના લોકોની લાગણી જોડાયેલી છે. તેમણે માંગ માટે સૌને એકજૂથ થઈ અવાજ ઉઠાવવા અપીલ કરી હતી.

ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’ અને ‘રાજ્યમાતા’નો દરજ્જો અપાવવા તેમજ દેશભરમાંથી ગૌહત્યા સંપૂર્ણપણે નાબૂદ કરવાના ઉદ્દેશ્ય સાથે આજે 27 નવેમ્બરના રોજ ગાંધીનગરના અડાલજ ખાતે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનનો મુખ્ય હેતુ ગૌમાતાને સેવા, સુરક્ષા અને સન્માનનો અધિકાર અપાવવાનો છે. ત્યારે ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે વાવ-થરાદ જિલ્લામાંથી 44 જેટલી એસટી બસો ગાંધીનગર જવા રવાના થઈ ગઈ છે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version