અમરેલી જિલ્લાનાજાફરાબાદમાં સંસ્કૃત ગૌરવ યાત્રાનું ભવ્ય આયોજન

Featured Video Play Icon
Spread the love

અમરેલી જિલ્લાનાજાફરાબાદમાં સંસ્કૃત ગૌરવ યાત્રાનું ભવ્ય આયોજન
જાફરાબાદ, તા. 25 ઓગસ્ટ 2026: ગુજરાત સરકાર તથા ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા
માર્ગદર્શિત “સંસ્કૃત સપ્તાહ” અંતર્ગત જિલ્લા શિક્ષણાધિકારી,

અમરેલી તથા જાફરાબાદ તાલુકા વહીવટી તંત્રના સહયોગથી જાફરાબાદ શહેરમાં સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ અંતર્ગત ચોપાટી ઓડિટોરિયમ હોલ ખાતે સંસ્કૃત તજજ્ઞ શ્રી માકડ સાહેબ દ્વારા સંસ્કૃત ભાષાના મહત્વ અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી હીરાભાઈ સોલંકી મામલતદાર સાહેબ પ્રફુલભાઈ બારીયા પરસોતમભાઈતેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લીલી ઝંડી આપી સંસ્કૃત ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાવવામાં આવ્યો  હતો. યાત્રામાં જાફરાબાદ તાલુકાની મોડેલ સ્કૂલ, પારેખ એન્ડ મહેતા સ્કૂલ, કે.પી. મહેતા સ્કૂલ, લાઇટ હાઉસ સ્કૂલ તેમજ નવસર્જન સ્કૂલના 400થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ બેનરો, ચિત્રો અને પોસ્ટરો સાથે સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર અને સંવર્ધન અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. યાત્રા દરમિયાન વિદ્યાર્થીઓ તથા ઉપસ્થિત આગેવાનો દ્વારા સંસ્કૃત ભાષાના મહત્વ અંગે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. સંસ્કૃત ગૌરવ યાત્રા સવારે 9:00 કલાકે જાફરાબાદથી પ્રસ્થાન કરી શ્રી સાયણ પ્રાથમિક શાળા ખાતે સવારે 11:00 કલાકે પૂર્ણ કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમમાં શિક્ષકો, વિદ્યાર્થીઓ, વહીવટી તંત્રના અધિકારીઓ તેમજ વિવિધ શાળાના પ્રતિનિધિઓની ઉપસ્થિતિ રહી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *